બ્રિટિશ જહાજની ઘૂસણખોરી, રશિયાએ બૉમ્બ ઝીંકયા

શીતયુદ્ધ બાદ પહેલીવાર રૂસ-પશ્ચિમી દેશો વચ્ચે તણાવ
મોસ્કો, તા.23 : કાળા સમુદ્રમાં બ્રિટન અને રશિયા આમને-સામને આવી ગયાનો બનાવ બન્યો છે. રશિયાએ આરોપ લગાવ્યો કે ક્રીમિયા પાસે બ્રિટીશ રોયલ નેવીના એચએનએસ ડિફેન્ડરે સરહદ ઓળંગી ઘૂસણખોરી કરતાં તેણે વોર્નિંગ ફાયર કર્યું અને રશિયન લડાકૂ વિમાન એસયૂ-ર4એ બ્રિટીશ જહાજના રસ્તામાં 4 બોંબ ફેંકયા બાદ જહાજ પરત ચાલ્યું ગયું હતું. શીત યુદ્ધ બાદ પહેલીવાર બન્યું છે જ્યારે રશિયાએ આ રીતે બ્રિટીશ યુદ્ધ જહાજને રોકવા બોંબ ફેંકયા છે. કાળા સમુદ્રમાં રશિયાના સકંજાને પગલે ક્રીમિયા આસપાસ નાટો દેશો દ્વારા યુક્રેનના સમર્થનમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે જે રશિયાને ગમતું નથી.
 જો કે બ્રિટને પોતાના યુદ્ધક જહાજે ઘૂસણખોરી કર્યાનો કે ફાયરિંગ થયાનો સાફ ઈન્કાર કર્યો હતો. 
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer