અમિતાભ બચ્ચને પાલિકાની હૉસ્પિટલને વેન્ટિલેટર અને તબીબી ઉપકરણો દાન કર્યાં

અમિતાભ બચ્ચને પાલિકાની હૉસ્પિટલને વેન્ટિલેટર અને તબીબી ઉપકરણો દાન કર્યાં
મુંબઈ, તા. 23 (પીટીઆઇ) : મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પાલિકા દ્વારા સંચાલિત હોસ્પિટલને હાય ટેક એવા બે વેન્ટિલેટર અને કેટલાક અન્ય તબીબી ઉપકરણ દાન કર્યા હતા. 
બૃહન્મુંબઇ મહાનગર પાલિકાએ બુધવારે જણાવ્યું હતું કે બચ્ચને સાયનની લોકમાન્ય ટિળક પાલિકા જનરલ હોસ્પિટલને વેન્ટિલેટર ઉપરાંત મોનિટર, સી આર્મ ઇમેજ ઇન્ટેંસીફાયર, ઇન્ફયુઝર સહિત અન્ય તબીબી ઉપકરણો દાનમાં આપ્યાં છે. જેની કુલ કિંમત 1.75 કરોડ રૂપિયા છે.
પાલિકાએ જણાવ્યું હતું કે આ વેન્ટિલેટરને હોસ્પિટલના સર્જરી વિભાગમાં સ્થાપિત કર્યા છે અને તેની મદદથી લગભગ 30 દરદીઓની સારવાર થઇ છે. બચ્ચન દ્વારા દાન કરાયેલા વેન્ટિલેટરનો ઉપયોગ એવા દરદીઓની સારવાર માટે કરાયો હતો જેમના શરીરમાં ઓકિસજનનું સ્તર ઓછું છે અને જેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer