ડેલ્ટા વૅરિયન્ટથી કોરોનાની ત્રીજી લહેરનું જોખમ

ડેલ્ટા વૅરિયન્ટથી કોરોનાની ત્રીજી લહેરનું જોખમ
નવી દિલ્હી, તા. 23 : કોરોના વાયરસના ખતરનાક ડેલ્ટા સ્વરૂપે દુનિયાની ચિંતા વધારી દીધી છે ત્યારે ભારત અને અમેરિકાના તજજ્ઞોએ ચેતવણી આપી છે કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ભારતમાં ત્રીજી લહેરનું કારણ બની શકે છે.
અમેરિકાના સૌથી મોટા મહામારી વિશેષજ્ઞ એન્થની ફાઉચીએ આ ચેતવણી આપવા સાથે એવી ભીતિ પણ દર્શાવી છે કે અમેરિકામાં કોરોનાને નાથવાના પ્રયાસોમાં ડેલ્ટા સૌથી મોટો ખતરો છે. દરમ્યાન મહારાષ્ટ્રમાં ગઇકાલે મંગળવારે 21 કેસ દેખાયા બાદ આજે ચાર રાજ્યમાં મળીને ડેલ્ટા વેરિએન્ટના 40 નવા દર્દી સામે આવ્યા હતા. મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં ડેલ્ટાના આ નવા કેસ સામે આવ્યા છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર)એ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પર રસી અસર કરશે કે નહીં તે જાણવાની કવાયત શરૂ?કરતાં તેના માટે નમૂના મેળવી લીધા છે અને ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે.
અમેરિકી તજજ્ઞ? ફાઉચીએ જણાવ્યું હતું કે, ફાઇઝર સહિત જે કંપનીઓની રસી અમેરિકામાં અપાય છે તે તમામ નવા વેરિએન્ટ પર અસરકારક છે. ડેલ્ટા પ્લસ ખતરનાક એટલા માટે ગણવામાં આવે છે કે આ નવો વેરિએન્ટ ઘણો ગતિભેર ફેલાય છે, જેના કારણે બીમારીની ગંભીરતા વધી જાય છે.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer