મુંબઈ-પુણે વિશેષ ડેક્કન એકસ્પ્રેસ ટ્રેનમાં વ્હિસ્ટાડોમ કોચ સાથે શનિવારથી પ્રવાસનો આનંદ માણી શકાશે

મુંબઈ-પુણે વિશેષ ડેક્કન એકસ્પ્રેસ ટ્રેનમાં વ્હિસ્ટાડોમ કોચ સાથે શનિવારથી પ્રવાસનો આનંદ માણી શકાશે
મુંબઇ, તા. 23 : રેલવેએ મુંબઈ-પુણે વિશેષ ડેક્કન એકસ્પ્રેસ ટ્રેનની સેવા વ્હિસ્ટાડોમ કોચ સાથે 26મી જૂનથી પૂર્વવત્ કરવાનો નિર્ણય લીધો છે. આ લાઇન પર પહેલીવાર ટ્રેન વ્હિસ્ટાડોમ કોચ સાથે દોડવાની છે. પ્રવાસીઓ આ કોચમાં પશ્ચિમ ઘાટ પરના નદી, પર્વત, ઝરણાં, ધોધના મનોરમ્ય દ્રશ્યોની મજા માણી શકશે. હાલ વ્હિસ્ટાડોમ કોચ મુંબઇ- મડગાંવ જતી જનશતાબ્દી વિશેષ ટ્રેનમાં જોડાયેલો છે. 
વ્હિસ્ટાડોમ કોચની મૂળભૂત વિશેષતાઓમાં વાઇડ વિન્ડો પેન (પહોળી બારી) અને કાચના છાપરા(ટોપ), ફરે તેવી ખુરશી અને પુશબેક કરી શકાય એવી ખુરશી ઉપરાંત અન્યનો સમાવેશ છે. 
01007 વિશેષ ડેક્કન એકસ્પ્રેસ 26 જૂનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(સીએસએમટી)થી દરરોજ સવારે સાત વાગ્યે ઊપડશે અને તે જ દિવસે સવારે 11.05 વાગ્યે પુણે પહોંચશે. 01008 વિશેષ ડેક્કન એકસ્પ્રેસ 26 જૂને બપોરે 3.15 વાગ્યે પુણેથી ઊપડશે અને તે જ દિવસે સાંજે 7.05 વાગ્યે સીએસએમટી પહોંચશે. 
આ ટ્રેનમાં એક વ્હિસ્ટાડોમ કોચ ઉપરાંત ત્રણ એસી ચેરકાર, દસ દ્વિતીય ચેરકાર, એક ગાર્ડ બ્રેકવેનનો સમાવેશ કરાયો છે. માત્ર કન્ફર્મ ટિકિટ હશે એવા પ્રવાસીઓને જ આ વિશેષ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી મળશે એમ રેલવેએ જણાવ્યું છે.  
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer