આવી રહી છે કોરોનાની સુપર રસી

આવી રહી છે કોરોનાની સુપર રસી
તમામ વૅરિયન્ટ પર અસરકારક: ઉંદરો પર ટ્રાયલ શરૂ
નવી દિલ્હી, તા. 23 : કોરોનામહામારીનો સામનો કરી રહેલી દુનિયા હવે અલગ-અલગ વેરિએન્ટથી પરેશાન છે.  અલગ-અલગ દેશોમાં કોરોનાના અનેક વેરિએન્ટ સામે આવી રહ્યા છે જે ચિંતા વધારી રહ્યા છે પરંતુ વૈજ્ઞાનિકો હવે એવી રસી પર કામ કરી રહ્યા છે જે દરેક પ્રકારના વેરિએન્ટ પર અસરદાર રહેશે અને ભવિષ્યમાં આવનારી આવી કોઈ પણ મહામારીને રોકવામાં મદદ કરશે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર વૈજ્ઞાનિકોએ એવી રસી બનાવી છે જે કોવિડ-19 ઉપરાંત કોરોના વાયરસના અન્ય તમામ વેરિએન્ટ પર અસર કરે છે. વૈજ્ઞાનિકો દ્વારા હાલમાં ઉંદરો પર તેની ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે.
અમેરિકાના નોર્થ કેરોલિના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ અત્યારથી જ તેના પર સંશોધન શરૂ કર્યું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે કોઈને ખબર નથી કે કયો વાયરસ નવી મહામારી પેદા કરશે તેથી અત્યારથી જ તમામ પ્રકારની તૈયારીઓ કરવી પડશે.
કોરોનાના કોઈ પણ વેરિએન્ટથી ભવિષ્યમાં આવનારી કોઈ મહામારીના ખતરાને દૂર કરવા માટે વૈજ્ઞાનિકો દ્વારા એક નવી રસી બનાવવામાં આવી છે જે કોરોનાના વર્તમાન વેરિએન્ટ ઉપરાંત તમામ વેરિએન્ટ પર અસરદાર રહેશે.
અભ્યાસમાં આ રસીને સેકન્ડ જનરેશનની રસી બતાવવામાં આવી છે. તે સર્બેકોવાયરસ પર હુમલો કરે છે. સર્બેકોવાયરસ કોરોનાવાયરસ પરિવારનો જ વાયરસ છે. આ જ પરિવારના બે વેરિએન્ટે છેલ્લા બે દશકમાં તબાહી મચાવી છે. પહેલાં સાર્સ અને તે પછી કોવિડ-19.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer