કોવિડ-19 અસરગ્રસ્ત પરિવારોની મદદે ગાયક રાકેશ બારોટ

કોવિડ-19 અસરગ્રસ્ત પરિવારોની મદદે ગાયક રાકેશ બારોટ
કોરોનાની બીજી લહેરની ગંભીર અસર અનેક પરિવારો પર થઈ છે. ગુજરાતી ગાયક રાકેશ બારોટે ગુજરાતના અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે બિનસરકારી સંસ્થા સાથની સાથે ભાગીદારી કરી છે. તે કોવિડ-19થી અસરગ્રસ્ત 350 પરિવારોને એક મહિનો ચાલે એવી રૅશન કિટ આપી છે. આમાં ઘઉંનો લોટ, સાકર, ચોખા, મસાલા, તેલ-દાળ અને સાબુનો સમાવેશ થાય છે. આ વર્ષના આરંભમાં રાકેશ પણ કોરોના સંક્રમિત થયો હતો. તે સમય લોકોને પડતી મુશ્કેલીનો તેને ખ્યાલ આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તમે તે સ્થિતિમાંથી પસાર ન થાઓ ત્યાં સુધી તેની ગંભીરતાની સમજ પડતી નથી. મારી સાથે આવું જ થયું. મને કોરોનાનો ચેપ લાગ્યા બાદ અન્યોને પડતી મુશ્કેલીની મને સમજ પડી હતી. આથી તેમને મદદ કરવા માટે મેં સાથ સંસ્થાનો સંપર્ક કર્યો હતો.
Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer