જિંદગી મેરે ઘર આનામાં ઈશા કંસારાનું પુનરાગમન

જિંદગી મેરે ઘર આનામાં ઈશા કંસારાનું પુનરાગમન
અભિનેત્રી ઈશા કંસારા સ્ટાર પ્લસની આગામી સીરિયલ જિંદગી મેરે ઘર આનાથી નાના પરદે પુનરાગમન કરી રહી છે. 26 જુલાઈથી શરૂ થનારી આ સિરિયલમાં ઈશા અમૃતા સખુજાનું પાત્ર ભજવે છે. અમૃતા સાસરિયાં માટે સમર્પિત પુત્રવધૂ અને ગર્ભવતી માતા છે. તેણે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, અમૃતાનું પાત્ર અસામાન્ય છે એટલે મને તે પડકારરૂપ લાગી છે. આ પાત્ર ભજવવા મારે સારી એવી તૈયારીઓ કરવી પડી છે. આ સીરિયલ નવી દિલ્હીમાં રહેતાં પંજાબી પરિવારની કથા છે. અમૃતા ગર્ભવતી માતા છે અને મારે તે અનુસાર અભિનય કરવાનો છે. જોકે, મારી કેટલીક  ફ્રૅન્ડ મમ્મી છે. આથી તેમની પાસેથી મને થોડી ટિપ્સ મળી છે. આ ઉપરાંત કેટલીક ફિલ્મોમાંથી પણ મને પ્રેરણા મળી છે. આ સીરિયલમાં હસન ઝૈદી પ્રીતમનું પાત્ર ભજવે છે. તેની સાથે ચેષ્ટા મહેતા, ઈશાન ધવન, નકુલ વેદ, ડોલી ચાવલા, શ્વેતા ગૌતમ, રાજીવ મહેરા, અંકિત નારંગ, કુણાલ સિંહ, પ્રિયા રાજદૂત, આદર્શ ગૌતમ, શુભાંગી લાટકર, કિરણ કરમરકર, સ્વાતિ શાહ અને પ્રીતિ મિશ્રા છે. 

Published on: Thu, 22 Jul 2021

© 2022 Saurashtra Trust