સંજય લીલા ભણસાલીની સંગીતમય પ્રેમગાથા ફિલ્મ બૈજુ બાવરામાં અભિનય કરવાની રણબીર કપૂરે ના પાડી હોવાની ચર્ચા છેલ્લા થોડા સમયથી ચાલે છે. જોકે, હકીકત એ છે કે રણબીરને આ ફિલ્મ અૉફર જ કરવામાં આવી નહોતી. સામાન્ય રીતે સંજયની ફિલ્મને કોઈ કલાકાર નકારતું નથી. આમ છતાં રણબીરે તેમની એકમાત્ર ફિલ્મ ગુઝારિશની અૉફર નકારી હતી જે ભૂમિકા બાદમાં આદિત્ય રોય કપૂરે ભજવી હતી. ત્યારે રણબીરે એવો સવાલ કર્યો હતો કે, હું રિતિક રોશનના સહાયક કલાકાર તરીકે કઈ રીતે કામ કરું? આનાથી હું સહાયક કલાકાર તરીકે ટાઈપકાસ્ટ થઈશ.
બૈજુ બાવરા માટે રણબીરનો વિચાર જ સંજયે કર્યો નથી. તેના મનમાં રણવીર સિંહ છે છતાં હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી કેમ કે હાલમાં સંજય હીરામંડીના કામમાં વ્યસ્ત છે.
Published on: Thu, 22 Jul 2021
બૈજુ બાવરામાં રણબીર કપૂર નહીં પણ રણવીર સિંહ?
