આખરી ટી-20માં પાકિસ્તાન સામે જીતથી શ્રેણી 2-1થી કબજે કરતું ઈંગ્લૅન્ડ

આખરી ટી-20માં પાકિસ્તાન સામે જીતથી શ્રેણી 2-1થી કબજે કરતું ઈંગ્લૅન્ડ
માંચેસ્ટર, તા.21: લેગ સ્પિનર આદિલ રશીદની કેરિયરની શ્રેષ્ઠ બોલિંગની મદદથી ઇંગ્લેન્ડે ત્રીજા અને આખરી ટી-20 મેચમાં પાકિસ્તાનને ત્રણ વિકેટે હાર આપીને 2-1થી શ્રેણી તેના નામે કરી હતી. મેન ઓફ ધ મેચ રશીદે 35 રનમાં 4 વિકેટ લીધી હતી. પાકિસ્તાને ટોસ જીતીને પહેલો દાવ લીધો હતો અને 20 ઓવરમાં 6 વિકેટે 154 રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં ઇંગ્લેન્ડને જેસન રોયે 36 દડામાં 64 રન કરીને ઝડપી શરૂઆત અપાવી હતી. આ પછી ઇંગ્લેન્ડે સમયાંતરે વિકેટો ગુમાવી હતી. આઠમા નંબરના બેટસમેન ક્રિસ જોર્ડને ચોક્કો મારીને વિજય અપાવ્યો હતો. ઇંગ્લેન્ડે 19.4 ઓવરમાં 7 વિકેટે 155 રન કર્યાં હતા. જેસન રોયના 64 રન સિવાય ડેવિડ મલાને 31 રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલા પાકિસ્તાને મોહમ્મદ રિઝવાનના 56 દડામાં 76 રનથી પાક. 154 રન સુધી પહોંચી શક્યું હતું. પાક. સામેની વન ડે શ્રેણીમાં 3-0થી કલીન સ્વીપ કરનાર ઇંગ્લેન્ડની નવી ટીમે હવે ટી-20 શ્રેણી પણ 2-1થી જીતીને પાક.નો સફાયો કર્યોં છે.

Published on: Thu, 22 Jul 2021

© 2022 Saurashtra Trust