સ્વાદાપિંડના કૅન્સરથી પિડાતા કોરોનાગ્રસ્ત પેશન્ટને ડૉક્ટરોએ સાજો કર્યો

મુંબઈ, તા. 21 : તાજેતરમાં મીરા રોડની એક ખાનગી હૉસ્પિટલમાં સ્વાદાપિંડના કૅન્સર અને કોરોનાથી પિડાતા 54 વર્ષના એક દરદીનો સફળ ઈલાજ કરવામાં આવ્યો હતો. 
મીરા રોડની વૉકહાર્ટ હોસ્પિટલના પ્રવક્તાએ કહ્યું હતું અરાવિંદ ઓજા નામનો આ પેશન્ટ ભુવનેશ્વરમાં નોકરી કરે છે. અચાનક એની તબિયત બગડી હતી અને સ્થાનિક ડૉક્ટરે તેને દવા લખી આપી હતી. જોકે, તબિયતમાં કોઈ સુધારો ન થતાં તે પરિવાર સાથે મુંબઈ આવ્યો હતો. મુંબઈમાં તેમને તમામ ટેસ્ટ બાદ જાણ થઈ હતી કે અરાવિંદ ઓજાને સ્વાદાપિંડનું કૅન્સર છે. 
વૉકહાર્ટ હોસ્પિટલના ગેસ્ટ્રો ઈન્ટેસ્ટિનલલ ઓન્કોસર્જન ડૉ. ઈમરાન શેખે કહ્યું હતું કે પેશન્ટ જ્યારે અમારી હૉસ્પિટલમાં દાખલ થયા ત્યારે તેની હાલત એકદમ ખરાબ હતી. તેને કમળો પણ થયો હતો. હેમોગ્રામ બ્લડ ટેસ્ટ અને લિવર ટેસ્ટમાં ખબર પડી હતી કે તેનો સ્ટેન્ટ બ્લૉક છે અને તેની પિત્ત પ્રણાલીમાં ઈન્ફેકશન છે. તેના પેટમાં કૅન્સર છે કે કેમ એ તપાસવા તેમનું સીટી સ્કેન પણ કરાયું હતું. તમામ જાંચ બાદ ખબર પડી હતી કે પેશન્ટને સ્વાદાપિંડનું કૅન્સર છે. સ્વાદાપિંડનું કામ એન્ઝાઈમ રિલીઝ કરવાનું છે અને આ એન્ઝાઈમ પાચનમાં મદદ કરે છે અને એ હોર્મોન્સ પણ પેદા કરે છે. આ હોર્મોન્સ શરીરમાંની બ્લડ સુગરને અંકુશમાં રાખે છે. ડૉ. ઈમરાન શેખે કહ્યું હતું કે સ્વાદાપિંડ પેટમાં નીચેના ભાગમાં એકદમ પાછળની બાજુએ હોય છે. સ્વાદાપિંડની પેશીઓમાં કૅન્સર થાય છે અને ત્યાં શું કામ કૅન્સર થાય છે એની કોઈને ખબર નથી. 
Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer