કેઈએમ હૉસ્પિટલના ડીનને વિકસાવ્યું વજન ઘટાડે એવું સ્ટેન્ટ

અમેરિકા તરફથી પ્રાપ્ત થયું પેટન્ટ
મુંબઈ, તા. 21 : શું કોઈ ઉપકરણ લોહીના પ્રવાહને એ રીતે નિયંત્રિત કરી શકે છે કે વજન ઘટી શકે? દેશની પ્રતિષ્ઠિત મેડિકલ કૉલેજ કેઈએમ હૉસ્પિટલના ડીનને તાજેતરમાં યુએસ પેટન્ટ અૉફિસે આ પ્રકારની શોધ માટેનું પેટન્ટ આપ્યું છે. ઇન્ટરવેન્શનલ રેડિયોલૉજિસ્ટ અને ડીન ડૉ. હેમંત દેશમુખે નાના આંતરડાની આસપાસની સંકુચિત રક્ત વાહિનીઓને પહોળી કરતા ડિવાઇસ અંગે વિચાર્યું હતું. કાર્ડિયોલૉજિસ્ટ હૃદયની આજુ બાજુની સંકોચાયેલી રક્ત વાહિનીઓને ઠીક કરે છે અને ઇન્ટરવેશનલ રેડિયોલૉજિસ્ટને સ્ટ્રોક અને ગેંગરિનને રોકવા માટે મગજ, ફેફસાં, પગ અને પેટ જેવા શરીરના અન્ય ભાગોમાં લોહીના પ્રવાહને સરળ બનાવવા માટે પ્રશિક્ષિત કરવામાં આવે છે. હજારો ઇન્ટરવેન્શનલ પ્રોસિજર કરનારા ડૉ. દેશમુખે કહ્યું કે, અમે જે સેલ્ફ-એક્સપાન્ડિંગ, બ્લડ-ફ્લો રેઝિસ્ટિંગ ડિવાઇસ તૈયાર કર્યું છે એ આ બધાના આધારે તૈયાર કર્યું છે. 
ઇન્ટરવેન્શનલ રેડિયોલૉજિસ્ટ તરીકે અમે ધમનીઓ અને નસોને જરૂરિયાત મુજબ ખોલી કે બંધ કરીને સારવાર આપીએ છીએ. પ્લાક બિલ્ડઅપ માત્ર હૃદયની જ નહીં, પેટની વાહિનીઓને પણ પ્રભાવિત કરે છે એ વાત ખાસ જાણીતી નથી. જ્યારે નાના આંતરડાને લોહી પૂરું પાડતી મેસેન્ટરિક ધમનીમાં અવરોધ ઊભો થાય છે ત્યારે રોગીના પેટમાં એન્ઝાઇના થવા લાગે છે. 
દરદી જ્યારે પણ કંઈ ખાય ત્યારે એનામાં આ એન્ઝાઇના વિકસિત થાય છે. એને કારણે એને ખાવાનો ડર લાગે છે અને ખાવાનું ટાળે છે.. આને કારણે 10થી 20 કિલો વજન ઘટી જાય છે, એમ ડૉ. દેશમુખે જણાવ્યું. મેડિકલ સાયન્સમાં જણાવાયું છે કે આવા અમુક રોગી સિબોફોબિયા થાય છે જેને ખાવાથી ડરવું પણ કહે છે. 
ડૉક્ટરે પેટન્ટ માટે 2016માં એપ્રિલમાં અરજી કરી હતી જે આ મહિનાની શરૂઆતમાં મળી. તેમના દ્વારા ડિઝાઇન કરાયેલું ઉપકરણ 8 મિમિ વ્યાસ ધરાવતું અને 15-20 મિમિ લાંબુ છે. હવે અમારે એની ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ કરવાની સાથે પ્રોટો ટાઇપ તૈયાર કરવાનું છે. સ્ટેન્ટ બજારમાં મુકવા અગાઉ પ્રાણીઓ પણ એનો પ્રયોગ કરવામાં આવશે. માનવ શરીર પર પરીક્ષણ કરવા પહેલાં આ તમામ પ્રક્રિયા પૂરી કરવી આવશ્યક છે.
Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer