હવાના પ્રદૂષણને કારણે ઉપનગરોના લોકો પર કોવિડનો વધુ ખતરો

મુંબઈ, તા. 21 : તળમુંબઈ કરતાં કેટલાક ઉપનગરોમાં હવાનું પ્રદૂષણ વધુ હોવાથી આ વિસ્તારના લોકો પર કોવિડનો વધુ ખતરો તોળાઈ રહ્યો છે. 
ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, કુર્લા, અંધેરી, વિલેપાર્લે અને કાંદિવલી જેવા ઉપનગરોમાં લાંબા સમય સુધી રહેલું હવાનું પ્રદૂષણ આ વિસ્તારના લોકો પર કોવિડનો વધુ ખતરો પેદા કરે છે, એમ એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.
ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ અૉફ પોપ્યુલેશન સાયન્સીસ દ્વારા વૉર્ડ સ્તરના આવા પ્રકારના આ સર્વેમાં પ્રદૂષણ અને કોવિડ-19 વચ્ચે મહત્ત્વના સંબંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, દક્ષિણ મુંબઈના વૉર્ડ્સમાં પ્રમાણમાં ઓછુ પ્રદૂષણ હોવાથી કોવિડનો ઓછા કેસ જોવા મળી રહ્યા છે.
સમગ્ર શહેરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના `હુ'ની માર્ગદર્શિકાના પ્રમાણ કરતાં પાર્ટિક્યુલેટ મેટર (પીએમ10)નો ભરાવો વધુ છે ત્યારે ઉપનગરોના એસ, ટી, એન, આર-સાઉથ અને કે-ઇસ્ટ જેવા વૉર્ડઝમાં સલ્ફર ડાયોક્સાઈડ (એસઓર) અને નાઈટ્રોજન ડાયોક્સાઈડ (એનઓટુ) વધુ પ્રમાણમાં ફેલાયેલા છે. કદાચ આના કારણે કોવિડની કટોકટી વધી છે, એમ અભ્યાસમાં વધુમાં જણાવામાં આવ્યું હતું.

Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer