ભારત સહિત વિશ્વભરમાં 15 લાખ બાળકોએ કોરોનાના કારણે માતા-પિતાને ગુમાવ્યાં

વોશિંગ્ટન, તા. 21 : ભારતના 119000 બાળકો સહિત દુનિયાભરમાં 15 લાખથી વધારે બાળકોએ કોરોનાના કારણે ઓછામાં ઓછા એક માતા-પિતા, કસ્ટોડિયલ દાદા-દાદી અથવા દાદા-દાદીને ગુમાવ્યા છે. આ જાણકારી ધ લાન્સેટમાં પ્રકાશિત નવા અભ્યાસ મુજબ પ્રકાશિત કરવામાં આવી છે. અભ્યાસનું અનુમાન છે કે મહામારીના પહેલા 14 મહિનામાં 10 બાળકોના માતા અથવા પિતા અથવા બન્નેનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય પાંચ લાખ બાળકોએ પોતાના જ ઘરમાં રહેતા દાદા-દાદીના મૃત્યુ જોયા છે.
ભારતમાં શોધકર્તાઓનું અનુમાન છે કે માર્ચ 2021ની તુલનાએ એપ્રિલ 2021માં અનાથ બાળકોની સંખ્યામાં 8.5 ગણો વધારો થયો છે. જે બાળકોએ માતા પિતા અથવા દેખભાળ કરનારાને ગુમાવ્યા છે. તેના સ્વાસ્થ્ય, સુરક્ષા ઉપર ઉંડી અસર પડી છે. યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન કોવિડ રિસ્પોન્સ ટીમમાં મુખ્ય લેખક ડો. સુસન હિલિસે કહ્યું હતું કે, દુનિયાભરમાં દરેક કોવિડ મૃત્યુથી માતા-પિતા કે દેખરેખ કરનારાની મૃત્યુનો સામનો કરનારું એક બાળક હોય છે. એપ્રિલ 2021માં 15 લાખ બાળકો દુનિયાભરમાં 30 લાખ કોરોના મૃત્યુની દુ:ખદ ઘટનાઓનો સામનો કરી ચુક્યા છે અને હજી આ આંકડો વધશે. 
શોધકર્તાઓએ માર્ચ 2020થી એપ્રિલ 2021 સુધી કોરોના મૃત્યુદરના આંકડા અને 21 દેશોના રાષ્ટ્રીય પ્રજનન આંકડાના આધારે અનુમાન કર્યું છે. પ્રાથમિક દેખરેખ કરનારાઓને ગુમાવનારા બાળકોની સૌથી વધારે સંખ્યા ધરાવતા દેશોમાં દક્ષિણ આફ્રિકા, પેરુ, અમેરિકા, ભારત, બ્રાઝિલ અને મેક્સિકો સામેલ છે. લગભગ દરેક દેશમાં મહિલાઓની તુલનાએ પુરુષના મૃત્યુ વધારે થશે. ખાસ કરીને મધ્ય અને વૃદ્ધાવસ્થામાં. કુલ મળીને માતાને ગુમાવવાની તુલનાએ પાંચ ગણા વધારે બાળકોએ પિતાને ગુમાવ્યા છે.
Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer