મુંબઈમાં સતત પાંચમા દિવસે 500 કરતાં ઓછા કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાના 8159 નવા દરદી મળ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : બુધવારે મુંબઈમાંથી કોરોનાના 435 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સખ્યા 7,32,349ની થઈ ગઈ છે. 
મંગળવારે મુંબઈમાંથી 351, સોમવારે 401, રવિવારે 454 અને શનિવારે 466 નવા કેસ મળેલા. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 13 દરદીનાં મૃત્યુ થયાં હતાં એ સાથે શહેરનો મૃત્યાંક 15,739નો થઈ ગયો છે. અત્યારે 6020 દરદી વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 560 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 7,08,214ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ 97 ટકા છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ 1097 દિવસનો થઈ ગયો છે. શહેરનો ગ્રોથ રેટ અત્યારે 0.06 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 61 બિલ્ડિંગો સીલ છે જ્યારે એક્ટિવ કન્ટેઈન્મેન્ટ ઝોન (ઝૂંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા છ છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 29,320 ટેસ્ટ કરાઈ હતી. એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 78,41,068ની થઈ ગઈ છે. 
બુધવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 8159 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમાંથી અત્યાર સુધી મળેલા કુલ કેસની સંખ્યા 62,37,755ની થઈ ગઈ છે. રાજ્યમાં 94,745 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. રાજ્યનો પોઝિટિવિટી રેટ 13.54 ટકા છે. 
મંગળવારે રાજ્યમાંથી 6910, સોમવારે 6017, રવિવારે 9000 અને શનિવારે 8172 નવા કેસ મળ્યા હતા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 165 દરદીનાં મૃત્યુ થયાં હતાં. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7839 પેશન્ટ્સ સાજા થયા હતા. 
રાજ્યમાં અત્યાર સુધી 4,60,68,435 કોરોના ટેસ્ટ કરવામાં આવી છે. એમાંથી 62,37,755 (13.54 ટકા) ટેસ્ટ પોઝિટિવ આવી છે. 
પુણેમાં 15,566, થાણેમાં 12,087 અને મુંબઈમાં 10,474 દરદી સારવારમાં છે. 
Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer