ઇમરાન ખાન સહિત ત્રણ દેશના વડા પ્રધાન, મેક્રોન સહિત ત્રણ રાષ્ટ્રપ્રમુખોનાં નામ
નવી દિલ્હી, તા. 21 : પેગાસસ જાસૂસી મામલામાં ટેપિંગના નિશાનવાળાં નામોની યાદી લાંબી થતી જાય છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન સહિત આખા વિશ્વના 14 નેતાનાં નામ સામેલ છે. આ યાદીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલરામફોસા સહિત નામો આ યાદીમાં છે.
લીક થયેલા ડેટાબેઝમાં ફોન નંબરોમાં ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકી પ્રમુખો ઉપરાંત ઇરાકના બરહમ સાલિહ સહિત ત્રણ રાષ્ટ્રપતિના નામ છે. એ જ રીતે પાકના ઇમરાન ઉપરાંત મિસ્રના મુસ્તફા મદબોલી અને મોરોક્કોના સાદ એડિન અલૂઓથમાનીના નામ સામેલ છે.
લેબેનોનના સા હરિરિ, યુગાન્ડાના રૂહાકાના રગુંડા, અલ્જિરિયાના નૌરેડિન બેડૌઇ અને બેલ્જિયમના ચાર્લ્સ મિશેલ સહિત સાત જૂના નેતાનાં પણ નામ છે. પેગાસસ સ્પાઇવૈર સર્વેલન્સ પર અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમે સુરક્ષા પ્રોટોકોલ, પ્રક્રિયાઓ અને ક્ષમતાઓ પર કોઇ ચર્ચા નથી કરતા.
Published on: Thu, 22 Jul 2021
પેગાસસમાં વિશ્વના 14 નેતાઓની જાસૂસી
