મહારાષ્ટ્ર આઘાડીમાં મતભેદ

મહારાષ્ટ્ર આઘાડીમાં મતભેદ
અૉક્સિજનની ખેંચથી એક પણ મૃત્યુ નથી ટોપે
મુંબઈ, તા. 21 (પીટીઆઈ) : કોરોનાની બીજી લહેરમાં અૉક્સિજનની ખેંચને કારણે કોઇનું પણ મૃત્યુ થયુ હોવાનું અમે કહ્યું નથી. કોવિડ-19થી મૃત્યુ પામેલાઓને અન્ય બિમારીઓ હતી. અૉક્સિજનની ખેંચને કારણે કોઇનું મૃત્યુ નીપજ્યુ નથી એમ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્ય સભામાં જણાવ્યું હતું કે કોવિડ-19ની બીજી લહેરમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અૉક્સિજનની ખેંચના કારણે દરદીના મૃત્યુ થયા હોવાની માહિતી આપવામાં આવી નથી. કેન્દ્ર સરકારના આ નિવેદન પછી વિરોધ પક્ષોએ તેની અકરી ટીકા કરી હતી.
કેન્દ્રને કોર્ટમાં પડકારો : રાઉત
કોવિડ-19ની બીજી લહેરમાં જેઓ અૉક્સિજનની ખેંચને કારણે મૃત્યુ પામ્યા હોય તેઓના સગાંઓને કેન્દ્ર સરકાર વિરુદ્ધ અદાલતમાં જવું જોઇએ એમ શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ છે.
મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાવિકાસ આઘાડીમાં શિવસેના ભાગીદાર છે. રાઉતે જણાવ્યું હતું કે કેટલાંક રાજ્યોમાં અૉક્સિજનની ખેંચના કારણે ઘણાં લોકો મૃત્યુ પામ્યા છે. તેઓના સગાઓએ કેન્દ્ર સરકારને કોર્ટમાં ખેંચી જવી જોઇએ એમ રાઉતે ઉમેર્યું હતું.
Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer