ઉદ્ઘાટન સમારંભમાં ભારતના 30 ખેલાડીને જ ભાગ લેવાની મંજૂરી

મેરી કોમ અને મનપ્રિતસિંઘ ભારતના ધ્વજવાહક
ઉદ્ઘાટન સમારંભમાં ફક્ત 30 ભારતીય ખેલાડી ભાગ લેશે. તેમની સાથે 6 અધિકારી હશે. આ ઉપરાંત જે ખેલાડીઓની પહેલા દિવસે સ્પર્ધા છે તેમને ઉદ્ઘાટન સમારંભમાં ભાગ ન લેવા કહેવામાં આવ્યું છે. 
ભારતીય ઓલિમ્પિક સંઘે કહ્યં છે કે અમારા કોઇ ખેલાડી કોરોના સંક્રમિત ન થાય તે માટે ઉદ્ઘાટન સમારંભમાં 50થી ઓછા ખેલાડીને ભાગ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્ઘાટન સમારંભમાં ભારતના ધ્વજવાહક તરીકે વિશ્વ વિજેતા મહિલા બોકસર મેરિકોમ અને પુરુષ હોકી ટીમનો કપ્તાન મનપ્રિતસિંઘ છે. ઓપનિંગ સેરેમનીમાં હોકીમાંથી 1, મુકકેબાજીમાંથી 8, ટેબલ ટેનિસમાંથી 4, રોવિંગના 2, જિમનાસ્ટિકના 1, તરણમાંથી 1, નૌકાયનના 4 અને તલવારબાજીમાંથી 1 ખેલાડી ભાગ લેશે.
ઉદઘાટન સમારંભમાં ભારતના આર્ચરી, બેડમિન્ટન, જૂડો, વેઇટ લિફટીંગ, ટેનિસ, મહિલા અને પુરુષ હોકી ટીમ, શૂટીંગ સાથે જોડાયેલા ખેલાડીઓ ભાગ લેશે નહીં. કારણ કે આ ખેલાડીઓના 23 અને 24મીએ મેચ અને સ્પર્ધાઓ છે. જેની તૈયારીમાં તેઓ વ્યસ્ત છે. ઉદઘાટન સમારંભમાં ઓસ્ટ્રેલિયાએ 50 અને બ્રિટને 30 ખેલાડીની સીમિત સંખ્યા જાહેર કરી છે.

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer