66 વર્ષીય મેરી હાના અને 12 વર્ષીય હેંડ જાજા

66 વર્ષીય મેરી હાના અને 12 વર્ષીય હેંડ જાજા
અૉલિમ્પિકસ : સૌથી મોટી અને નાની વયના ખેલાડી
ટૉક્યો, તા. 22 : દુનિયાના સૌથી ખેલ મેળાવડા ટોક્યો ઓલિમ્પિકમાં 206 દેશના કુલ 11238 ખેલાડી ભાગ લઇ રહ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયાની ઘોડેસવારીની મહિલા ખેલાડી મેરી હાના સૌથી મોટી 66 વર્ષની ઉંમર ધરાવે છે. ટોક્યો ઓલિમ્પિકમાં ઉતરાવા સાથે મેરી હાના ઓલિમ્પિક ઇતિહાસનો બીજી સૌથી મોટી વયની ખેલાડી બની જશે.
આ પહેલા બ્રિટનના ધોડેસવાર ખેલાડી લોર્ના જોન્સટને 1972ના ઓલિમ્પિકમાં 70 વર્ષની ઉંમરે ભાગ લીધો હતો. બીજી તરફ ટોક્યો ઓલિમ્પિકમાં સૌથી નાની વયની ખેલાડી સીરિયાની 12 વર્ષીય હેંડ જાજા છે. તે પોતાના દેશ માટે ટેબલ ટેનિસમાં પ્રતિનિધિત્વ કરશે. હેંડ જાજાએ લેબનની 42 વર્ષીય ખેલાડી મારિયાના સહાકિયાએ હરાવીને ઓલિમ્પિક ક્વોટા હાંસલ કર્યોં હતો. જાજા હાલ દુનિયામાં ટેબલ ટેનિસ ક્રમાંકમાં 155મો ક્રમ ધરાવે છે.

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer