હિન્દુસ્તાન યુનિલિવરનો ચોખ્ખો નફો જૂન ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 10 ટકા વધ્યો

હિન્દુસ્તાન યુનિલિવરનો ચોખ્ખો નફો જૂન ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 10 ટકા વધ્યો
કોવિડ મહામારીના વિકટ સમયગાળા દરમિયાન કંપનીએ સ્થાનિક ગ્રાહકોની સંખ્યામાં 12 ટકાનો વધારો નોંધાવ્યો
મુંબઈ, તા. 22 : અફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ)નો જૂનમાં પુરા થયેલા પહેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 9.56 ટકા વધી રુ. 2061 કરોડ થયો છે.ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રુ. 1881 કરોડ રહ્યો હતો. જોકે,કંપનીનો ત્રિમાસિક ધોરણે નફો 3.8 ટકા ઘટયો છે જે માર્ચ ગાળામાં રુ. 2143 કરોડ થયો હતો.
કામગીરી દ્વારા કંપનીની આવક જુન ગાળામાં વાર્ષિક ધોરણે 12.83 ટકા વધીને અને ત્રિમાસિક ધોરણે 1.8 ઘટીને રુ. 11915 કરોડ થઇ હતી. ગયા વર્ષે સમાન ગાળામાં આ આંકડો વાર્ષિક ધોરણે રુ. 10560 કરોડ અને ત્રિમાસિક ધોરણે રુ. 12132 કરોડનો હતો. 
કોવિડ મહામારીના વિકટ સમયગાળા દરમિયાન કંપનીએ સ્થાનિક ગ્રાહકોની સંખ્યામાં 12 ટકાનો વધારો નોંધાવ્યો હતો જ્યારે વૉલ્યુમમાં 9 ટકા અને વેરા ચુકવ્યા પછી નફામાં 10 ટકાની વૃદ્ધિ નોંધાવી હોવાનું કંપનીએ પરિણામો જાહેર કરતાં એક નિવેદન દ્વારા જણાવ્યુ છે.
સંચાલનના ક્ષેત્રે કંપનીની આવક વ્યાજ, વેરા અને ઘસારા પહેલાં વાર્ષિક ધોરણે આઠ ટકા વધી હોવાનું કંપનીએ જણાવ્યુ હતું.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer