ઇરાનમાં બહાઈ સમુદાય પર અત્યાચાર રોકવા અપીલ

નવી દિલ્હી, તા. 22 : ભારતની બહાઈ સંસ્થા નેશનલ સ્પિરિચ્યુઅલ ઍસેમ્બલી અૉફ ઈન્ડિયાએ ઈરાનમાં પોતાના સંપ્રદાયના લોકોના વિરોધમાં દ્વેષપૂર્ણ ભાષણ અને દુષ્પ્રચારમાં થયેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ત્યાંની સરકારને ખોટી માહિતીનો પ્રસાર અટકાવવા માટે હ્યું હતું. સંગઠને જણાવ્યું હતું કે સેંકડો વૅબસાઈટ અને જુદા જુદા સોશિયલ મંચ થકી યોજનાબદ્ધ રીતે બહાઈ સમુદાયને નિશાન બનાવવાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે. બહાઈ અૉફ ઈન્ડિયા સંસ્થાના જાહેર બાબતોના ડિરેક્ટર નિલાક્ષી રાજખોવાએ જણાવ્યું હતું કે ઈરાનની સરકાર બહાઈને ધાર્મિક લઘુમતી તરીકે માન્યતા નથી આપી રહી અને ઈરાનમાં બહાઈઓ 40 વર્ષથી અભદ્ર ભાષા, જેલવાસ અને દુષ્પ્રચારનો સામનો કરી રહ્યા છે. ડૉ. ઈરફાન એન્જિનિયર, ડૉ. દિવાંકરન પદ્મકુમાર પિલ્લાઈ, ડૉ. એમ. ડી. થોમસ, ડૉ. જનક પાલટા મૅકગિલિગન, વૅન ગેશે દોરજી દામદુલ સહિત અનેક અગ્રણીઓએ બહાઈઓ વિરુદ્ધ થઈ રહેલા દુપ્રચારને રોકવા વિનંતી કરી છે.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer