કોરોના બીજા દિવસે ઍક્ટિવ કેસ વધ્યા

નવા 41,383 સંક્રમિતો, 507નાં મૃત્યુ
નવી દિલ્હી, તા. 22 : ભારતમાં ગુરુવારે સારવાર લઇ રહ્યા છે તેવા સંક્રમિતોની સંખ્યામાં સળંગ બીજા દિવસે વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુ સક્રિય કેસોના ઉછાળાએ ઉચાટ? જગાવ્યો છે.
દેશમાં આજે 41,383 નવા દર્દી સામે આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા 3 કરોડ?12 લાખ 57,720 થઇ ગઇ?છે.
ભારતમાં આજે 507 દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ 4,18,987 સંક્રમિતો જીવ ખોઇ?ચૂક્યા છે.
દેશના વિવિધ ભાગોમાં વધુ 38,793 સંક્રમિતો ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં કુલ 3 કરોડ 4 લાખ 29,339 દર્દી સંક્રમણ મુક્ત થઇ ચૂક્યા છે.
છેલ્લા બે દિવસથી નવા દર્દી કરતાં સાજા દર્દી ઓછા આવતા હોવાથી સાજા દર્દીઓનો દર અર્થાત રિકવરી રેટ 97.37 ટકા પર સ્થિર છે.
વધુ 2224 કેસોના વધારા બાદ આજની તારીખે 4,09,394 દર્દી સારવાર હેઠળ છે. કુલ દર્દીઓની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ 1.31 ટકા છે.
દેશમાં અત્યાર સુધી 41.78 કરોડથી વધુ લોકોને રસીનું સુરક્ષાકવચ મળી ચૂક્યું છે, તો અત્યાર સુધી થયેલા ટેસ્ટનો આંક 45 કરોડને આંબી ગયો છે.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer