મુંબઈમાં કોરોનાના 392 દરદી વધ્યા, 502 સાજા થયા

વસઈ-વિરારમાં 64 દરદી મળ્યા, 11નાં મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મુંબઈમાં કોરોનાના આજે 392 દરદી મળ્યા છે જ્યારે 502 દરદી સાજા થયા છે. કોરોનાને લીધે દસ દરદીઓનાં મૃત્યુ નીપજ્યાં છે. આ સાથે મુંબઈમાં સાજા થયેલા દરદીઓની કુલ સંખ્યા 7,08,716 ઉપર પહોંચી છે જ્યારે કુલ મરણાંક 15,749 ઉપર પહોંચ્યો છે.
મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 7302 દરદીઓનો ઉમેરો થયો છે જ્યારે 7756 દરદીઓ સાજા થયા છે. વધુમાં આજે 120 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
કોરોનાના થાણે જિલ્લામાં 77, થાણે પાલિકામાં 71, નવી મુંબઈમાં 57, કલ્યાણ-ડોમ્બિવલીમાં 83, ઉલ્હાસનગરમાં છ, ભિવંડી-નિઝામપુરમાં એક, મીરા-ભાઇંદરમાં 27, પાલઘરમાં 26, વસઈ-વિરારમાં 64, રાયગઢ જિલ્લામાં 286 તેમ જ પનવેલમાં 103 નવા દરદી મળ્યા હતા. વસઈ-વિરારમાં 11, કલ્યાણ-ડોમ્બિવલીમાં સાત, નવી મુંબઈમાં ત્રણ તેમ જ પનવેલ અને રાયગઢ પ્રત્યેકમાં બે દરદીઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer