પેગાસસ મુદ્દે ફ્રાન્સે બોલાવી નેશનલ સિક્યોરિટી મિટિંગ

નવી દિલ્હી, તા. 22 : પેગાસસ જાસૂસી કાંડ મુદ્દે ફ્રાન્સના પ્રમુખ ઈમ્યુનેલ મેક્રોને નેશનલ સિક્યોરિટી મિટિંગ બોલાવી છે. જેમાં પેગાસસના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ માહિતી ફ્રાન્સ સરકારના પ્રવક્તા ગેબ્રિયલ એટલે જારી કરી હતી. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, પેગાસસના મુદ્દે ફ્રાન્સના પ્રમુખની પુરી નજર છે અને આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે. નેશનલ સિક્યોરિટી બેઠકનો મુખ્ય હેતુ પેગાસસ મુદ્દે અને સાઈબર સિક્યોરિટી મુદ્દે ચર્ચાનો છે. આ અગાઉ બુધવારે પેગાસસ બનાવનારી કંપની એનએસઓ ગ્રુપે કહ્યું હતું કે, પેગાસસ સ્પાઈવેર ટુલનો ઉપયોગ ફ્રાન્સના પ્રમુખ ઈમ્યુનેલ મેક્રોનની જાસૂસી કરવા માટે નથી થયો. 

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer