ભારત પહોંચ્યાં વધુ ત્રણ રાફેલ

ભારત પહોંચ્યાં વધુ ત્રણ રાફેલ
બંગાળના હાસિમારામાં તહેનાતી થશે
નવી દિલ્હી, તા. 22 : રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના વિપક્ષી આરોપો વચ્ચે યુદ્ધ વિમાનની સાતમી ખેપમાં બુધવારની મોડી રાત્રે વધુ ત્રણ વિમાન ભારત પહોંચતાં વાયુદળમાં હવે કુલ 24 ફ્રેન્ચ યુદ્ધ વિમાન થઈ ગયાં છે.
ત્રણ રાફેલ પશ્ચિમ બંગાળના હાસીમારા એક બેઝ પર તૈનાત કરાશે. પ્રથમ રાફેલ સ્ક્વોડ્રન અંબાલા વાયુદળ મથક પર તૈનાત છે.
એટલું જ નહીં, પરંતુ અંબાલામાં તૈનાત પ્રથમ રાફેલ સ્ક્વોડ્રનને પૂર્વી લદાખમાં રતન પાસેની સીમા પર પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે.
બીજી સ્ક્વોડ્રન પણ જુલાઈ મહિનાના અંત સુધીમાં સક્રિય થઈ જશે. બુધવારની રાત્રે ત્રણેય  રાફેલ ક્યાંય પણ રોકાયા વિના આઠ હજાર કિ.મી.નું અંતર કાપીને ભારત પહોંચ્યાં હતાં.
રસ્તામાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના એરબસ-330 પરિવહન વિમાનથી ત્રણેય વિમાનમાં હવામાં જ ઈંધણ ભરાયું હતું. 
ભારતીય વાયુદળે ટ્વિટ કરતાં કહ્યું હતું કે ફ્રાન્સના ઈત્રેસ એરબેઝ પરથી ઉડાન ભરીને ત્રણ રાફેલ ભારત પહોંચ્યાં છે.
ફ્રાન્સ સાથે 2016માં 36 રાફેલ યુદ્ધ વિમાન ખરીદવા 59 હજાર કરોડનો સોદો કરાયો હતો. બાકીનાં 12 વિમાન 2022 સુધી મળી જવાની આશા છે.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer