મોનિકા, ઓ માય ડાર્લિંગમાં રાજકુમાર રાવ, રાધિકા આપ્ટે, હુમા કુરેશી

મોનિકા, ઓ માય ડાર્લિંગમાં રાજકુમાર રાવ, રાધિકા આપ્ટે, હુમા કુરેશી
નેટફ્લિક્સની આગામી ફિલ્મ મોનિકા ઓ માય ડાર્લિંગમાં રાજકુમાર રાવ, હુમા કુરેશી, રાધિકા આપ્ટે અને સિકંદર ખેર જેવા ટૅલેન્ટેડ કલાકારોની ફોજ છે. આ ફિલ્મની તસવીર મૂકીને સોશિયલ મીડિયા પર દરેક કલાકારનાં નામ જણાવવામાં આવ્યાં હતાં તથા ટીઝર વીડિયો પણ છે જેમાં કલાસિક ગીત પિયા તુ પશ્ચાદ્ભૂમાં સંભળાય છે. આ વૅબ ફિલ્મના નિર્માતા શ્રીરામ રાઘવન અને સંજય રાઉતરે છે. જોકે, પાત્રોની ઝાઝી માહિતી આપવામાં આવી નથી. રાધિકાએ ફિલ્મના કલાકાર કસબીઓ સાથેની એક ક્લિપ સોશિયલ મીડિયા પર શૅર કરી છે. તેણે લખ્યું હતું કે, સીન, સૅટ, સ્વૅગ, સેટ, મોનિકા, ઓ માય ડાર્લિંગનું શૂટિંગ ચાલી રહ્યું છે. 
જ્યારે રાજકુમારે હાથમાં રૉબોટ પકડેલી તસવીર શૅર કરી હતી. છેલ્લે તે જાન્હવી કપૂર સાથે રુહીમાં જોવા મળ્યો હતો. રાધિકાની છેલ્લી ફિલ્મ રાત અકેલી હૈ અને સિકંદરે વૅબ સિરીઝ આર્યામાં અભિનય કર્યો હતો.


Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer