રુદ્ર : ધ ઍજ અૉફ ડાર્કનેસમાં અજય દેવગણ સાથે અતુલ કુલકર્ણી

રુદ્ર : ધ ઍજ અૉફ ડાર્કનેસમાં અજય દેવગણ સાથે અતુલ કુલકર્ણી
અજય દેવગણ અભિનિત વૅબ સીરિઝ રુદ્ર : ધ ઍજ અૉફ ડાર્કનેસમાં અતુલ કુલકર્ણીનો પ્રવેશ થયો છે. મુંબઈમાં વિવિધ સ્થળે શૂટ થનારી આ ક્રાઈમ સીરિઝ અંગ્રેજી સીરિઝ લ્યુથર પર આધારિત છે. અજયની સાથે અભિનય કરનાર અતુલ ધ સિટી અૉફ ડ્રીમ્સની બીજી સીઝનમાં પણ છે. અતુલે જણાવ્યું હતું કે, અત્યારે ડિજિટલ કન્ટેન્ટની બોલબાલા છે અને તેમાં રસપ્રદ કથાઓ જોવા મળે છે.
રુદ્રમાં અત્યંત પકડ જમાવનારી ક્રાઈમ સ્ટોરી છે. વળી આમાં સ્ટાર કલાકારોનો કાફલો છે.
દક્ષિણની જાણીતી અભિનેત્રી રાશિ ખન્ના પણ આમાં છે. સૂજિત સરકારને મદ્રાસ કાફેમાં રાશિ જોન અબ્રાહમની પત્ની બની હતી. ત્યાર બાદ તે તામિલ અને તેલુગુ ફિલ્મોદ્યોગમાં ગઈ હતી. હવે રુદ્ર દ્વારા તે હિન્દી સિનેમામાં પરત ફરશે. રાશિએ જણાવ્યું હતું કે, મને પડકારરૂપ ભૂમિકા જોઈતી હતી જેની તક રુદ્રમાં મળી. અજય, અતુલ અને ઈશા દેઓલ જેવા કલાકારો સાથે કામ કરવા મળશે એનો મને આનંદ છે.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer