બીજી ટ્વેન્ટી-20 મૅચમાં ભારતે શ્રીલંકાને આપ્યું 133 રનનું લક્ષ્ય

બીજી ટ્વેન્ટી-20 મૅચમાં ભારતે શ્રીલંકાને આપ્યું 133 રનનું લક્ષ્ય
કોલંબો, તા. 28 : બીજી ટ્વેન્ટી-20 મૅચમાં કૅપ્ટન શિખર ધવનના 40 રનની મદદથી ભારતના 132 રનના જવાબમાં મેદાને પડેલી શ્રીલંકાની ટીમે 13 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 72 રન કર્યા હતા. છેલ્લા સમાચાર પ્રમાણે શ્રીલંકાને ત્રણ મૅચની સીરીઝમાં ભારત સાથે બરોબરીમાં રહેવા 42 દડામાં 61 રનની જરૂર હતી. ક્રીઝ પર ઓપનર આવિષ્કા ફર્નાડો અને સદીરા સમરવિક્રમ હતા. ભારત તરફથી કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી.
કોરોના સંકટને લીધે ગઇકાલ મંગળવારે સ્થગિત થયેલો શ્રીલંકા વિરૂધ્ધનો બીજો ટી-20 મેચ આજે રમાયો હતો. ભારતીય ટીમ કેટલાક નવા ખેલાડીઓ સાથે મેદાને પડી હતી અને 20 ઓવરમાં 5 વિકેટે 132 રનનો સામાન્ય સ્કોર કર્યોં હતો. જો કે પ્રેમદાસા રનના વિજય લક્ષ્યાંક માટે કસોટી જરૂર થશે. ભારત તરફથી કપ્તાન શિખર ધવને 42 દડામાં પ ચોકકાથી ઉપયોગી 40 રન કર્યાં હતા.
ડેબ્યૂ મેચમાં ઋતુરાજ ગાયકવાડે 18 દડામાં 21, દવે દત્ત પડીક્કલે 23 દડામાં 29 અને નીતિશ રાણાએ 9 રન કર્યાં હતા. એક સમયે ભારતના 12 ઓવરમાં 1 વિકેટે 81 રન હતા. આ પછી શ્રીલંકન સ્પિનરો સામે ભારતીય બેટધરો ભીંસમાં આવી ગયા હતા. સંજૂ સેમસન (7) નિષ્ફળ રહયો હતો. ભુવનેશ્વરે અણનમ 13 રન કરીને ભારતને 132 રને પહોંચાડયું હતું. શ્રીલંકા તરફથી અકિલા ધનંજયે 2 વિકેટ લીધી હતી.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer