જ્વેલર્સે જૂના સ્ટૉક પર હૉલમાર્ક કરાવવાની સમયમર્યાદા વધારવાની અપીલ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા 28 : કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા હૉલમાર્કિંગને ઝવેરી બજારોએ આવકાર્યો હતો. સરકાર સાથે માટિંગ કરી કાર્યાન્વિત કરવામાં આવનારી તકલીફો અંગે ચર્ચા કરવાની સાથે જૂના સ્ટૉકને હૉલમાર્ક કરવા યોગ્ય સમય આપવાની માગણી કરવામાં આવી હતી. સરકારે જૂના માલને હૉલમાર્કિંગ કરવા 31 અૉગસ્ટ 2021 સુધીનો સમય આપ્યો હોવાનું કેટના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું. 
એઆઈજીએફના અધ્યક્ષ પંકજ અરોરાએ પીયૂષ ગોયલને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે દેશભરના જ્વેલર્સ કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરવા તૈયાર છે. જોકે, અંતરિયાળ વિસ્તારના જ્વેલર્સની સમસ્યાઓને સમજી હૉલમાર્ક કરાવવા માટેની સમયમર્યાદા એક વરસ માટે વધારવામાં આવે. 

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer