જુનિયર કૉલેજમાં પ્રવેશ માટે સીઈટીનું પ્રશ્નપત્ર તૈયાર કરવા પૅનલ બનાવવા વિચારો : હાઇ કોર્ટ

મુંબઈ, તા 28 (પીટીઆઈ) : બુધવારે બૉમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો હતો કે એ વિભિન્ન બૉર્ડની નિષ્ણાતોની એક સમિતિનું ગઠન કરવા અંગે વિચારણા કરે જેથી રાજ્યભરમાં જુનિયર કૉલેજના પહેલા વર્ષના ઍડમિશન માટેની એન્ટ્રન્સ ટેસ્ટ માટે એક જનરલ પ્રશ્ન પત્ર તૈયાર કરી શકાય. 
ન્યાયાધીશો આર.ડી. ધાનુકા અને આર.આઈ. છાગલાની બેન્ચે મહારાષ્ટ્ર સરકારના વકીલને આદેશ આપ્યો હતો કે કોર્ટે કરેલા સૂચનનો અમલ કરી સમિતિની બનાવી સામાધાન કરી શકાય છે. 
હાઇકોર્ટે આઈસીએસઈ બૉર્ડના એક વિદ્યાર્થીએ કરેલી અરજીની સુનાવણી કરી રહી હતી. અને 28 મેના એક સરકારી પ્રસ્તાવને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. પ્રસ્તાવમાં જણાવાયુ હતું કે 11મા કે જુનિયર કૉલેજનું ઍડમિશન સીઈટીના આધારે કરાશે, અને પ્રશ્નપત્ર એસએસસી બૉર્ડના પાઠ્યક્રમના આધારે તૈયાર કરાશે. 
છેલ્લી સુનાવણીમાં બેન્ચે કહ્યું હતું કે પહેલી દૃષ્ટીએ રાજ્ય સરકાર એવા તમામ વિદ્યાર્થીઓ માટે પાઠ્યક્રમની પસંદગી કરી શકતી નથી, જેઓ રાજ્યના બૉર્ડમાંથી પાસ થયા ન હોય, અને સૂચન કર્યું કે સરકાર અલગ-અલગ બૉર્ડને તેમના સંબંધિત પાઠ્યક્રમ અંગે નિર્ણય લેવા દે. 
બુધવારે રાજ્ય સરકારનાં વકીલ પૂર્ણિમા કંથારિયાએ કોર્ટને જણાવ્યુ કે વિવિધ બૉર્ડને તેમના પાઠ્યક્રમ નક્કી કરવાની અનુમતિ આપવી શક્ય નથી, એ સાથે કહ્યું કે આઈસીએસઈ અને સીબીએસઆ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરનું આઈબી બૉર્ડને પણ પાર્ટી બનવા માગે છે. 
કંથારિયાએ કોર્ટને કહ્યુ કે, જો તમામ અલગ-અલગ બૉર્ડ ઇચ્છે છે કે તેમના પાઠ્યક્રમનો સીઇટીમાં સમાવેશ કરવામાં આવે. પરંતુ આને કારણે અરાજકતા ફેલાઈ જશે. 
વકીલે વધુમાં જણાવ્યુ કે એસએસસી બૉર્ડ સીબીએસઈ અને આઈસીએસઈ કે અન્ય બૉર્ડ માટે પ્રશ્ન નિર્ધારિત કરી શકતું નથી 
આ અંગે કોર્ટે કહ્યુ કે રાજ્ય માટે એક યોગ્ય સમાધાન કરવું અનિવાર્ય છે કારણ, એ નક્કી કરી શકે કે કોઈ પણ વિદ્યાર્થીને નુકસાન ન થાય. 
હાઇકોર્ટે કહ્યું કે, એ માટે અમે એક સૂટન કરીએ છીએ કે તમે તમામ બૉર્ડના સભ્યો સાથે એક સમિતિ બનાવે, અને તેમને વિદ્યાર્થીઓ માટે વિકલ્પ સાથેના પ્રશ્નો સેટ કરવા દે. 
નિષ્ણાતોની સમિતિ અનેક વિષયોને સામેલ કરી એક સામાન્ય સીઈટી પ્રશ્ન પત્ર તૈયાર કરી શકે છે, જેમાં વિદ્યાર્થીને તેમના સંબંધિત બૉર્ડના વિષ્યો અંગેના પ્રશઅનોના વિકલ્પ પસંદ કરી શકે છે. 
કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો કે એ 4 ઓગસ્ટ સુધીમાં જણાવે કે આવી સમિતિ બનાવવા શક્ય છે કે નહીં.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer