કર્ણાટકના મુખ્ય પ્રધાનપદે બસવરાજે શપથ લીધા

કર્ણાટકના મુખ્ય પ્રધાનપદે બસવરાજે શપથ લીધા
બેંગલુરૂ, તા.28 : કર્ણાટકમાં આજથી નવા મુખ્ય પ્રધાન બસવરાજ એસ બોમ્મઈનું શાસન ચાલશે. બસવરાજ બોમ્મઈએ બુધવારે સવારે 11:00 કલાકે રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. હાલ ફક્ત બોમ્મઈએ જ શપથ ગ્રહણ કર્યા છે, પ્રધાનમંડળનો વિસ્તાર બાદમાં કરવામાં આવશે. બોમ્મઈએ શપથ ગ્રહણ પહેલા પોતાના દિવસની શરૂઆત કેટલાક નેતાઓ સાથે બાલાબ્રુયી ગેસ્ટ હાઉસ પાસે અંજનેય મંદિરમાં જઈને કરી હતી અને ભગવાનના આશીર્વાદ લીધા હતા. તે સિવાય રાજભવનમાં પણ જ્યારે તેઓ શપથ ગ્રહણ કરવા માટે મંચ પર જઈ રહ્યા હતા ત્યારે તેમણે બી.એસ. યેદિયુરપ્પાના આશીર્વાદ લીધા હતા.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer