પેગાસસ મુદ્દે સંસદમાં ગતિરોધ ચાલુ રહેશે

પેગાસસ મુદ્દે સંસદમાં ગતિરોધ ચાલુ રહેશે
વડા પ્રધાને ફોનમાં જાસૂસીનું શત્ર મૂક્યું : રાહુલ ગાંધી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 28 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રાજકીય વિરોધીઓ અને બંધારણીય સંસ્થાઓના અધિકારીઓના ફોનમાં જાસૂસીનું શસ્ર (પેગાસસ સ્પાયવૅર) મૂકીને રાષ્ટ્રવિરોધી કૃત્ય ર્ક્યું છે, એવો આક્ષેપ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે ર્ક્યો હતો. રાહુલ ગાંધીના વડપણ હેઠળ આજે 14 જેટલા વિરોધ પક્ષના નેતાઓની બેઠક મળી હતી, જેમાં સંસદમાં પેગાસસ જાસૂસી પ્રકરણે મોદી સરકારના વલણ સામે રણનીતિ ઘડવામાં આવી હતી.
કૉંગ્રેસનાં કેટલાંક સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પેગાસસ મુદ્દે લોકસભામાં મોકૂફીનો પ્રસ્તાવ રજૂ કરવામાં વિરોધ પક્ષના કેટલાક સાંસદો સાથે પણ જોડાશે. અત્યાર સુધી મોકૂફીના પ્રસ્તાવનું કાર્ય ઓછા મહત્ત્વના નાના વિરોક્ષ પક્ષોને સોંપવામાં આવતું હતું.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએઁ ભારતીયોની જાસૂસી કરવા માટે સ્પાયવૅરનો ઉપયોગ થયો હતો કે એ વિશે મોદી સરકાર પાસે સ્પષ્ટીકરણ માગ્યું હતું અને આ મુદ્દે વિરોધ પક્ષોને સંસદમાં ચર્ચા કરવાની મંજૂરી કેમ નથી એવું પૂછ્યું હતું. સંસદ ભવનની બહાર એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે સંસદમાં વિરોધ પક્ષના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. અમારે ફક્ત એક સવાલ પૂછવો છે કે ભારતની સરકારે પેગાસસ સ્પાયવૅર ખરીદ ર્ક્યું છે? હા કે ના? શું સરકારે આ સ્પાયવૅરનો ઉપયોગ  તેમના પોતાના લોકો સામે ર્ક્યો છે? 
પેગાસસ મુદ્દે વડા પ્રધાન પર હુમલો કરતાં તેમણે હ્યું હતું કે પેગાસસ જેવા સ્પાયવૅરનો ઉપયોગ તેમના મતે રાષ્ટ્ર-વિરોધી કાર્ય છે. તેમણે કહ્યું હતું કે પેગાસસનો મુદ્દો અમારા માટે રાષ્ટ્રીયતા અને દેશદ્રોહનો મુદ્દો છે કારણ કે આ શસ્રનો ઉપયોગ લોકશાહી સામે થયો છે, ભારત સામે થયો છે.  
પેગાસસ મુદ્દે સરકાર સામે રણનીતિ ઘડવા કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ 14 વિરોધ પક્ષોની દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ રાહુલ ગાંધીએ પત્રકારોને સંબોધિત ર્ક્યા હતા. શિવસેના, સીપીઆઈ અને સીપીએમના નેતાઓ ઉપરાંત રાષ્ટ્રીય જનતા દળ, આપ, ડીએમકે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, નેશનલ કૉન્ફરન્સ, મુસ્લિમ લીગ, રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી, કેરળ કૉંગ્રેસ અને વિધુથલાઈ ચિરુથાઈગલ કાટચી વગેરે પાર્ટી બેઠકમાં સહભાગી થઇ હતી.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer