આઇપીએલમાં નવી બે ટીમ : 17 અૉક્ટોબરે બોલી

આઇપીએલમાં નવી બે ટીમ : 17 અૉક્ટોબરે બોલી
નવી દિલ્હી, તા.14: વર્ષ 2022માં આઇપીએલમાં 10 ટીમ રમશે. નવી બે ટીમનો સમાવેશ થવા જઈ રહ્યો છે જે માટે 17 ઓક્ટોબરે બોલી લાગશે. આ દિવસથી જ યુએઇ અને ઓમાનમાં ટી 20 વિશ્વકપનો આરંભ થશે એટલે સંભવ છે કે બોલી દુબઈ અથવા મસ્કતમાં યોજવામાં આવે. વર્ષે રૂ. 3000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપનીઓને બોલીમાં સામેલ થવા મંજૂરી આપવામાં આવશે.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer