કોહલી વિરાટ રેકર્ડને આરે

કોહલી વિરાટ રેકર્ડને આરે
ટી 20માં રેકર્ડ સર્જવાથી માત્ર 71 રન દૂર
નવી દિલ્હી, તા.14: આઇપીએલ-14ના બીજા ભાગની 19 સપ્ટેમ્બરથી શરૂઆત થઈ રહી છે. દરમિયાન વિરાટ કોહલી એક નવો રેકોર્ડ પોતાને નામ કરી શકે છે. ટી 20 ક્રિકેટમાં કોહલી 10 હજાર રનથી માત્ર 71 રન દૂર છે.ભારતનો કોઈ ખેલાડી હજુ સુધી ટી 20 ક્રિકેટમાં 10 હજાર રનની ઉંચાઈએ પહોંચી શક્યો નથી. વિરાટ કોહલી 71 રન બનાવતા જ ભારતનો પહેલો એવો ખેલાડી બનશે જેનાં નામે આ સિદ્ધિ રહેશે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો કેપ્ટન કોહલી અત્યાર સુધીમાં 311 ટી 20 રમી ચૂક્યો છે અને 9929 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 72 ફિફટી સામેલ છે તેની એવરેજ 41.71 અને સ્ટ્રાઇક રેટ 133.95 છે.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer