અૉલિમ્પિક્સમાં નીરજ ચોપડાના કૉચ રહેલા હૉનની હકાલપટ્ટી !

અૉલિમ્પિક્સમાં નીરજ ચોપડાના કૉચ રહેલા હૉનની હકાલપટ્ટી !
ભારતીય એથ્લેટિક્સ મહાસંઘે કરાર રિન્યુ ન કર્યો
જયપુર, તા.14: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે ભાલા ફેંકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો. ઓલિમ્પિયન નીરજ ચોપડાએ નવો ઈતિહાસ રચ્યો પરંતુ આ ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ભારતના રાષ્ટ્રીય કોચ રહેલા ઉવે હૉનની હવે હકાલપટ્ટી કરવામાં આવી છે. અથલેટિક સંઘ તેમના પ્રદર્શનથી ખુશ ન હોવાનું અને હવે નવા વિદેશી કોચની નિયુક્તિ કરવામાં આવનાર હોવાના અહેવાલ છે !
એએફઆઇએ મુખ્ય કોચ હૉન સાથે નાતો તોડી નાખ્યો છે અને સંઘ એક નહીં પરંતુ બે વિદેશી કોચ લાવી રહ્યં છે. પૂર્વ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર 59 વર્ષના જર્મન કોચ હૉનનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો નથી. એએફઆઇના અધ્યક્ષ આદિલ સુમરિવાલાએ કહ્યં કે અમે બે નવા કોચની નિયુક્તિ કરવા જઈ રહ્યા છીએ. અમે ઉવે હૉનને બદલી રહ્યા છીએ, કારણ કે અમે તેમના પ્રદર્શનથી ખુશ ન હતા. અમે ગોળા ફેંક માટે પણ વિદેશી કોચની શોધ કરી રહ્યા છીએ. 
ઓલિમ્પિક પહેલાં જ હૉને કરાર મામલે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા તેની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. તેને નીરજ ચોપડા તથા અન્ય બે એથલિટને તૈયાર કરવા એક વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer