રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના નવા કૉચ?

રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના નવા કૉચ?
ટી 20 વિશ્વ કપ પછી રવિ શાત્રી-સપોર્ટ સ્ટાફનો કરાર પૂર્ણ
નવી દિલ્હી, તા.14 : ટી 20 વિશ્વકપ પછી ટીમ ઈન્ડિયાના કોચ અને સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. વર્તમાન સમયમાં બીસીસીઆઈ કરારને લંવાવવાના મૂડમાં નથી જે જોતાં ટીમ ઈન્ડિયાને ટૂંક સમયમાં નવા કોચ મળી શકે છે જેમાં સૌથી મજબૂત દાવેદાર તરીકે રાહુલ દ્રવિડનું નામ ચર્ચામાં છે.
દ્રવિડે વર્ષ 2015 થી 2019 સુધી ભારત એ અને અંડર 19 ટીમ સાથે કામ કર્યું છે. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં દાદા એવી સંભાવના વ્યક્ત કરે છે કે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કાર્યકારી કોચ બની શકે છે. ગાંગુલીએ કહ્યું કે મને ખબર છે કે તે આ જોબ માટે ઈચ્છુક નથી. તેને રસ પણ નથી. પરંતુ હજુ મેં તેની સાથે વાત કરી નથી. જ્યારે અમે તે બાબત પર આવીશું ત્યારે જોશું. રવિ શાત્રીની વિદાય પછી ટીમ ઈન્ડિયાના નવા કોચની શોધ શરૂ થઈ ચૂકી છે ત્યારે દ્રવિડનું નામ ચર્ચામાં છે. જો કે અગાઉ પણ આવી સંભાવના વખતે દ્રવિડે મુખ્ય ટીમને બદલે જૂનિયર ટીમને મજબૂત બનાવવાને અગ્રતા આપી હતી.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer