અમરાવતીની વર્ધા નદીમાં બૉટ ઊંધી વળતાં 11 જણ ડૂબી ગયા

અમરાવતી, તા. 14 (પીટીઆઇ) : અમરાવતી જિલ્લાની વર્ધા નદીમાં મંગળવારે સવારે 10.30 વાગ્યે બૉટ ઊંધી વળતાં 11 જણ ડૂબી ગયા છે. આ 11 લોકો પોતાના સંબંધીના અંતિમ સંસ્કાર બાદ દસમાની ક્રિયા વિધિ કરવા આવ્યા હતા. સોમવારે દસમાની ક્રિયાવિધિ પૂર્ણ કર્યા બાદ મંગળવારે સવારે 10 વાગ્યે આ 11 જણ બૉટ મારફત મહાદેવના મંદિરમાં દર્શન માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન બૉટ ઊંધી વળતાં 11 જણ નદીમાં ડૂબી ગયા હતા. અત્યાર સુધી ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. પોલીસ અનુસાર બૉટમાં વજન વધી જવાને કારણે નદીમાં અધવચ્ચે બૉટ ઊંધી વળી ગઇ હશે. આ 11 જણ એક જ પરિવારના હતા. ત્રણના મૃતદેહ મળ્યા છે જ્યારે અન્ય આઠ જણની શોધ ચાલી રહી છે. બૉટમાં સવાર તમામ લોકો મટરે પરિવારના હતા અને પોતાના સંબંધીની દસમાની ક્રિયા વિધિ કરવા ગાડેગાંવથી આવ્યા હતા. 

Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer