મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના કાફલામાં અજ્ઞાત મર્સિડિઝ ઘૂસી

મુંબઈ, તા.14 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સુરક્ષામાં મોટી ભૂલ સામે આવી છે. સોમવારે સાંજે સાત વાગ્યે મુખ્ય પ્રધાન ઠાકરે મહિલાઓની સુરક્ષા અંગે એક મહત્ત્વની બેઠક માટે ડીજીપી કાર્યાલયથી અન્ય કાર્યક્રમમાં જઇ રહ્યા હતા ત્યારે તેમને સુરક્ષા આપતા વાહનોના કાફલામાં અજ્ઞાત મર્સિડિઝ બેન્ઝ ઘૂસી ગઇ હતી. મલબાર હિલની રહેવાસી ઇમારતમાં રહેનાર બિઝનેસમૅનની કાર હતી. બિઝનેસમૅન જીમમાંથી ઘરે જઇ રહ્યા હતા અને તેમણે કાનમાં ઇયરફોન લગાવ્યા હોવાથી તેઓ કઇ દિશામાં કાર ચલાવી રહ્યા છે તેનો તેમને ખ્યાલ રહ્યો નહોતો.

Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer