ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંડળમાં 19 ચહેરા; પહેલીવાર 65થી ઓછી વયનાની પસંદગી

અમદાવાદ, તા. 14 :  હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે. મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જાળવવાનો ભરપૂર પ્રયાસ કરાશે.  
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ નવા મંત્રીમંડળમાં ઝોનવાઈઝ જોતા ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાંથી દિલીપ ઠાકોર, અમદાવાદમાંથી જગદીશ પટેલ, વિસનગરમાંથી ઋષીકેશ પટેલ, ડીસામાંથી શશીકાંત પંડયા અને પ્રાંતિજમાંથી ગજેન્દ્રાસિંહ ચૌહાણનો સમાવેશ થાય તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતમાંથી વડોદરાના રાવપુરાના રાજેન્દ્ર ત્રિવેદી, હાલોલમાંથી જયદ્રથાસિંહ પરમાર, દેવગઢ બારીયામાંથી બચુભાઇ ખાબડ, ખંભાતમાંથી મયુર રાવલ, નડિયાદમાંથી પંકજ દેસાઇનો સમાવેશ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં ભૂજમાંથી ડૉ. નિમાબેન આચાર્ય, ભાવનગરમાંથી જીતુભાઇ વાઘાણી, જેતપુરમાંથી જયેશ રાદડિયા, બોટાદના સૌરભ પટેલ, ભાવનગર જિલ્લામાંથી પરષોત્તમ સોલંકી, જામનગર જિલ્લામાંથી હકુભા જાડેજા ઉપરાંત જૂનાગઢ જિલ્લામાંથી જવાહર ચાવડાની પસંદગી થાય તેવી ધારણા છે. દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચના દુષ્યંત પટેલ,  બારડોલીના ઇશ્વર પરમાર, સુરતમાંથી હર્ષ સંઘવી, ડાંગમાંથી વિજય પટેલની પસંદગી થાય તેવી શક્યતા છે. જ્યારે પૂર્વ કેબિનેટ પ્રધાન ગણપત વસાવાને અધ્યક્ષ પદનું સ્થાન સોંપાય તેવી સંભાવના છે.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer