કાશ્મીરમાં ગ્રેનેડ હુમલો : ત્રણ ઘાયલ

શ્રીનગર,તા.14: કાશ્મીરનાં પુલવામામાં આતંકવાદીઓએ આજે કરેલા ગ્રેનેડ હુમલામાં ત્રણ સ્થાનિક નાગરિકો ઘવાયા છે. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ આતંકી હુમલા પછી સમગ્ર વિસ્તારને ઘેરીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આ ગ્રેનેડ હુમલવો મુખ્ય ચોકમાં તૈનાત સુરક્ષાદળનાં જવાનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જો કે બોમ્બ જવાનો સુધી પહોંચવાને બદલે સડક ઉપર પડીને ફાટયો હતો. જેની ચપેટમાં આવી જતાં ત્રણ લોકો ઘાયલ થયા હતાં. કાશ્મીરમાં આતંકવાદીઓ ઉપર બોલેલી ધોંસ પછી તે ગભરાઈ ગયા છે અને હવે હિટ એન્ડ રન અને નાના ગ્રેનેડ હુમલાને અંજામ આપી રહ્યાં છે. જેથી સુરક્ષાદળોને નુકસાન પહોંચાડી શકાય.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer