મુંબઈમાં સતત ચોથા દિવસે 400 કરતાં ઓછા દરદી મળ્યા

મુંબઈમાં સતત ચોથા દિવસે 400 કરતાં ઓછા દરદી મળ્યા
મહારાષ્ટ્રમાં કોરોનાના 3530 નવા કેસ મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 : મંગળવારે મુંબઈમાંથી કોરોનાના 367 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી અત્યાર સુધી કુલ 7,35,770 કોરોનાગ્રસ્તો મળ્યા છે. મુંબઈમાં અત્યારે 4696 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં પાંચ દરદીનાં મૃત્યુ થયાં હતાં. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 408 દરદીઓને રજા આપવામાં આવી હતી. ડબાલિંગ રેટ 1286 દિવસનો થઈ ગયો છે.
મુંબઈમાં અત્યારે 38 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્ય છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 28,498 ટેસ્ટ કરવામાં આવી હતી.
મુંબઈમાં આજે સતત ચોથા દિવસે 400 કરતાં ઓછા દરદી મળ્યા છે. મહારાષ્ટ્રમાંથી મંગળવારે કોરોનાના નવા 3530 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી મળેલા કેસોની કુલ સંખ્યા 65,04,147ની થઈ ગઈ છે. રાજ્યમાં અત્યારે 49,671 દરદી સારવાર હેઠળ છે.  
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં બાવન કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3685 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
રાજ્યમાં અત્યારે 2,96,176 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 1875 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. 
કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 66 અને નવી મુંબઈમાંથી બાવન નવા કેસ મળ્યા 
મંગળવારે થાણે જિલ્લામાંથી 38 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 53 નવા કેસ મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી બાવન, કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 66, ઉલ્હાસનગરમાંથી છ, ભિવંડી-નિઝામપુરમાંથી બે, મીરા-ભાયંદરમાંથી 15, પાલઘર જિલ્લામાંથી છ, વસઈ-વિરારમાંથી 20, રાયગઢ જિલ્લામાંથી 59 અને પનવેલ શહેરમાંથી 40 નવા કેસ મળ્યા હતા. 
Published on: Wed, 15 Sep 2021

© 2022 Saurashtra Trust