બઢતીમાં અનામત : સુપ્રીમ કોર્ટ રાજ્યવાર કરશે સુનાવણી

બઢતીમાં અનામત : સુપ્રીમ કોર્ટ રાજ્યવાર કરશે સુનાવણી
નવીદિલ્હી, તા.14: દેશમાં નોકરીઓમાં બઢતીમાં આરક્ષણ સંબંધિત મામલાઓની પાંચ ઓક્ટોબરથી સુપ્રીમ કોર્ટ અંતિમ સુનાવણી હાથ ધરશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દરેક રાજ્યોને પોતાના અનોખા મુદ્દા છે અને તેને ધ્યાને રાખતા રાજ્યવાર સુનાવણી કરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે રાજ્યોને નિર્દેશ પણ આપ્યો હતો કે તે પોતાનાં વિશિષ્ટ મુદ્દાઓ અલગ તારવે અને બે સપ્તાહમાં તેને સુપ્રીમ સમક્ષ પેશ કરે. 
નોકરીમાં પ્રમોશનમાં અનામતની માગણીમાં સર્વોચ્ચ અદાલતમાં કેસ પેન્ડિંગ હોવાનાં કારણે લાખો પદ ઉપરની ભર્તીઓ અટકી પડી હોવાનું રાજ્યો કહે છે. હાઈકોર્ટનાં પરસ્પર વિરોધી આદેશોનાં કારણે અનેક પણ ખાલી પડયાં છે. જેને પગલે હવે સુપ્રીમ કોર્ટનાં નિર્દેશોની આવશ્યકતા છે. 
નોંધનીય છેકે જસ્ટિસ એલ.નાગેશ્વર રાજ, ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ બી.આર.ગવઇની ખંડપીઠ પદોન્નતિમાં આરક્ષણની નીતિ સંબંધિત 133 અરજીઓ ઉપર સુનાવણી કરી રહી છે. જેમાં અદાલતે સ્પષ્ટ કહી દીધું છે કે, અગાઉ જેનાં ફેંસલા થઈ ગયા હોય તેવા મુદ્દાઓને ફરીથી ખોલવામાં આવશે નહીં.
Published on: Wed, 15 Sep 2021

© 2022 Saurashtra Trust