બ્યુટી અને આર્ટિસ્ટ્રીની ડિજિટલ ટૅલેન્ટ હન્ટની જજ શિલ્પા શેટ્ટી કુન્દ્રા

બ્યુટી અને આર્ટિસ્ટ્રીની ડિજિટલ ટૅલેન્ટ હન્ટની જજ શિલ્પા શેટ્ટી કુન્દ્રા
ફૅશન અને બ્યુટી ડેસ્ટિનેશન તરીકે જાણીતા શૉપર્સ સ્ટોપે 24મી અૉક્ટોબર સુધી બ્યુટી ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. આ ફેસ્ટિવલ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે બ્યુટી અને આર્ટિસ્ટ્રી ડિજિટલ હન્ટનું આયોજન કરાયું છે, જેની જજ શિલ્પા શેટ્ટી કુન્દ્રા છે. આ ફેસ્ટિવલમાં અગ્રણી બ્યુટી બ્રાન્ડ્સ અને ઈન્ફલુએન્સર્સ  સાથે સ્ટોરમાં તથા અૉનલાઈન ટયુટોરિયલ્સ અને માસ્ટકલાસ યોજવામાં આવશે. આ પહેલના ભાગરૂપે શૉપર્સ સ્ટોપની ખાસ કિટ્સ ઉપલબ્ધ કરાશે. સૌંદર્ય અને કલામાં રસ ધરાવનારાઓ માટે એક જ સ્થળે વિવિધ બ્રાન્ડસનો અનોખો લ્હાવો લેવા મળશે તથા વૈશ્વિક સ્તરે જાણીતી મેકઅપ, સ્કીનકેર અને ફ્રેગરન્સ બ્રાન્ડ્સની લૉન્ચિંગ અને એક્સક્લુસિવ અૉફરના લાભ પણ મળશે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust