જેનેલિયા - રિતેશ દેશમુખની પહેલની પ્રશંસા કરે છે સેલિબ્રિટીઝ

જેનેલિયા - રિતેશ દેશમુખની પહેલની પ્રશંસા કરે છે સેલિબ્રિટીઝ
પૌષ્ટિક ખાનપાનની પસંદગી દ્વારા પર્યાવરણ, પૃથ્વી અને પ્રાણીઓની સુરક્ષા કરવાના અભિગમથી જેનેલિયા અને રિતેશ દેશમુખે  પ્લાન્ટ આધારિત માંસની પહેલ ઈમેજિન મીટ્સ શરૂ કરી છે. તાજેતરમાં લૉન્ચ થયેલી ઈમેજિન મીટ્સની પ્રશંસા કરણ જોહર, સોનાક્ષી સિન્હા અને ભૂમિ પેડણેકરે કરી છે. આલિયા ભટ્ટ અને સાકિબ સલીમે તેમને શુભેચ્છા આપી છે. જયારે ગૅમ શૉ કૌન બનેગા કરોડપતિ-13ના શાનદાર શુક્રવારના એપિસોડમાં આવેલા રિતેશ અને જેનેલિયાએ સંચાલક અમિતાભ બચ્ચન સાથે ઈમેજિન મીટ્સ વિશે વાત કરતાં મહાનાયકે પોતાના ટ્વીટર પર આ પહેલને બિરદાવી હતી.  સૌનો આ પ્રમાણે સહકાર મળતાં રિતેશ અને જેનેલિયા ખુશ થઈ ગયા છે. રિતેશએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી પ્લાન્ટ આધારિત માંસ માટેના પ્રયાસો કરી રહ્યા હતા. આનાથી પ્રાણીઓ અને આપણા ગ્રહની સુરક્ષા થશે તથા માંસાહારીઓને મનપસંદ ભોજન પણ મળી રહેશે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust