નવી પ્રણયકથા સિર્ફ તુમ માં વિવિઆન ડિસેના અને ઈશા સિંહ

નવી પ્રણયકથા સિર્ફ તુમ માં વિવિઆન ડિસેના અને ઈશા સિંહ
વ્યક્તિ પ્રેમમાં પડે છે ત્યારે તેનો ઉન્મદ જીવનભર જોવા મળે છે. કલર્સની આગામી સિરિયલ સિર્ફ તુમમાં પ્રેમની આવી સુંદર પરિભાષા કરવામાં આવી છે. આમાં બે યુવા શુધ્ધ હૃદયના રણવીર અને સુહાનીની પ્રણયકથા છે. આ બંનેના વ્યક્તિત્વો વિરોધાભાસી છે પણ તેમની વચ્ચે ગજબનું આકર્ષણ નિર્મામ થાય છે. સિર્ફ તુમ ઈશ્કની સીઝન લાવશે અને તેમાં ઈશા સિંહ સુહાનીની તથા વિવઆન ડિ'સેના રણવીરનું પાત્ર ભજવશે. ઈશાએ કહ્યું કે, આ પ્રેમકથા તમામ વયજૂથના દર્શકોને આકર્ષશે. સુહાની સુંદર, દૃઢ મનોબળ ધરાવતી યુવતી છે. ઈશ્ક કા રંગ સફેદ બાદ ફરી સિર્ફ તુમમાં પ્રેમિકાની ભૂમિકા મળી તેનો આનંદ છે. 
વિવઆને જણાવ્યું હતું કે, આ સિરિયલમાં પ્રેમી અને પ્રેમિકાના રૉમાન્સ ઉપરાંત પણ બીજું ઘણું છે. દર્શકોને મારા વ્યક્તિત્વની નવી બાજુ જોવા મળશે. દૈનિક સિરિયલોના અન્ય હીરો જેવો રણવીર નથી. તેનામાં રહેલા આગવા ગુણોને લીધે જ હું તેના પ્રત્યે આકર્ષાયો હતો.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust