વર્લ્ડ કપમાં મેન્ટર તરીકે ધોની ફી નહીં લે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહની સ્પષ્ટતા

વર્લ્ડ કપમાં મેન્ટર તરીકે ધોની ફી નહીં લે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહની સ્પષ્ટતા
મુંબઇ, તા.12: બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે આજે સ્પષ્ટ કર્યું છે કે ટી-20 વર્લ્ડ કપમાં મેન્ટરના રૂપમાં નજરે પડનાર મહેન્દ્રસિંહ ધોની આ માટે બોર્ડ પાસે કોઇ ફી વસૂલ કરશે નહીં. ધોની માનદ સેવા આપશે. ટી-20 વર્લ્ડ કપ ઓમાન અને યૂએઇમાં 17 ઓકટોબરથી શરૂ થઇ રહ્યો છે. જે માટે બીસીસીઆઇએ પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની મેન્ટરના રૂપમાં સેવા લીધી છે. ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 15 ઓગસ્ટ 2020માં નિવૃત્તિ લઇ ચૂકયો છે. જો કે તેણે આઇપીએલમાં રમવાનું ચાલુ રાખ્યું છે અને તેની ટીમ સીએસકે ફાઇનલમાં પહોંચી ચૂકી છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે એમ પણ જણાવ્યું કે ધોનીના આ નિર્ણય માટે અમે તેના આભારી છીએ.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust