એમસીએક્સમાં સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ

મુંબઈ, તા. 12 : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,72,710 સોદાઓમાં કુલ રૂ.15,231.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.  
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 53,384 સોદાઓમાં કુલ રૂ.3,290.69 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,075 અને નીચામાં રૂ.46,864 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9 વધી રૂ.47,046ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.30 વધી રૂ.37,787 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.4,681ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,910ના ભાવે ખૂલી, રૂ.24 વધી રૂ.46,946ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,500 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,889 અને નીચામાં રૂ.61,395 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.247 ઘટી રૂ.61,554 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.202 ઘટી રૂ.61,809 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.213 ઘટી રૂ.61,796 બોલાઈ રહ્યો હતો.  
બિનલોહ ધાતુઓમાં 13,764 સોદાઓમાં રૂ.2,494.54 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.90 વધી રૂ.244.05 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.3.30 વધી રૂ.272ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.11.90 વધી રૂ.740.75 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.21.5 વધી રૂ.1,515.20 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.90 વધી રૂ.185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.  
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust