મુંબઈમાં વધુ 425 સંક્રમિતો સાથે ઍક્ટિવ દરદીઓ 5098

નવી મુંબઈમાંથી 48 અને કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 58 નવા કેસ 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 12 : મંગળવારે મુંબઈમાંથી કોરોનાના 425 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી અત્યાર સુધી કુલ 7,48,593 કોરોનાગ્રસ્તો મળ્યા છે. મુંબઈમાં અત્યારે 5098 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. 
સોમવારે મુંબઈમાંથી 410, રવિવારે 453, શનિવારે 523 અને શુક્રવારે 532 નવા દરદી મળેલા. 
છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં બે દરદીનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે મુંબઈ પાલિકાની હદમાં અત્યાર સુધી કુલ 16,164 દરદીનાં મૃત્યુ થયાં છે. 
શહેરમાં છેલ્લા 24 કલાકમાં 400 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 7,24,821 દરદી સાજા થઈને ઘરે ગયા છે. 
મુંબઈનો રિક્વરી રેટ 97 ટકા છે જ્યારે ડબાલિંગ રેટ 1087 દિવસનો થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 0.06 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 58 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્ય છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 31,716 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 1,07,89,070 ટેસ્ટ કરાઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 2069 નવા કેસ મળ્યા
મહારાષ્ટ્રમાંથી મંગળવારે કોરોનાના નવા 2069 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 65,81,677 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 30,525 દરદી સારવાર હેઠળ છે.  
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 43 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. 
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 3616 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
મંગળવારે થાણે જિલ્લામાંથી 38 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 50 નવા કેસ મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 48, કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 58, ઉલ્હાસનગરમાંથી સાત, ભિવંડી-નિઝામપુરમાંથી ત્રણ, મીરા-ભાયંદરમાંથી 14, પાલઘર જિલ્લામાંથી ચાર, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 31, રાયગઢ જિલ્લામાંથી 34 અને પનવેલ શહેરમાંથી 53 નવા કેસ મળ્યા હતા. 
મુંબઈ શહેર સહિત ઉક્ત તમામ વિસ્તારો મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવે છે અને એમએમઆરમાંથી મંગળવારે કુલ 758 નવા કેસ મળ્યા હતા જ્યારે સોમવારે 731 કેસ મળેલા.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust