18 અૉક્ટોબરથી આંતરદેશીય વિમાન સેવાની 100 ટકા ક્ષમતાથી ઉડાન

18 અૉક્ટોબરથી આંતરદેશીય વિમાન સેવાની 100 ટકા ક્ષમતાથી ઉડાન
નવી દિલ્હી, તા. 12 : સોમવાર તા. 18 ઓક્ટોબરથી ઍરલાઈનો સ્થાનિક ફ્લાઈટો તેમની પૂરી ક્ષમતાએ ચલાવી શકશે. વિમાની સેવાઓ માટેની પ્રવાસીઓની માગણીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો હોવાનું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે.
હાલમાં, 18 સપ્ટેમ્બરથી ઍરલાઈનો કોરોના અગાઉની 85 ટકા સેવાઓ ચલાવી શકે છે. તે અગાઉ તેમને 72.5 ટકા ફ્લાઈટો ચલાવવાની છૂટ હતી.
9 અૉક્ટોબરે ભારતીય ઍરલાઈનોએ 2340 સ્થાનિક ફ્લાઈટો ચલાવી હતી, જે તેમની કોરોના અગાઉની ક્ષમતાના 71.5 ટકા જેટલી હતી. 18 અૉક્ટોબરથી તેઓ ક્ષમતાના કોઈ બંધન વગર સ્થાનિક ફ્લાઈટો ચલાવી શકશે.
ગયે વર્ષે 25મીએ બે મહિનાના અંતરાલ પછી સરકારે ઍરલાઈનોએ ત્રીજા ભાગની સ્થાનિક સેવાઓ શરૂ કરવાની છૂટ આપી હતી. ડિસેમ્બર 2020 સુધીમાં આ મર્યાદા વધારીને 80 ટકા કરાઈ હતી, જે 1 જૂન સુધી અમલમાં રહી હતી.
1 જૂન 2021થી કોરોનાની બીજી લહેરને કારણે આ મર્યાદા ફરીથી ઘટાડીને 50 ટકા કરાઈ હતી.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust