ઓ માય ગૉડ-2ના સેટ પર સાત સભ્યો કોરોના સંક્રમિત

ઓ માય ગૉડ-2ના સેટ પર સાત સભ્યો કોરોના સંક્રમિત
દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઓછી થઈ રહી છે અને સરકાર પણ પ્રતિબંધોને હળવા કરી રહી છે. ફિલ્મોના શૂટિંગ રાબેતા મુજબ શરૂ થયા છે અને હવે થિયેટરો પણ શરૂ થવાના છે. પણ આનો અર્થ એવો નથી કે કોરોના વાયરસથી છૂટકારો થઈ ગયો છે. `ઓ માય ગોડ-2'ના સેટ પર સાત સભ્યો કોરોના સંક્રમિત થયા છે. આથી નિર્માતા અશ્વિન વર્દેએ શૂટિંગ અટકાવી દીધું છે. એક સભ્ય કોરોના પૉઝિટિવ થતાં તેને હૉમ ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યો તથા અન્ય બધાના ટેસ્ટ કરાવવામાં આવ્યા. આમાં સાત જણા કોરોના સંક્રમિત હોવાની જાણ થઈ છે. આથી હવે જયારે આ બધા કોરોના નૅગેટિવ થાય ત્યાર બાદ જ શૂટિંગ શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ અને દિગ્દર્શક અમિત રાયનો ટેસ્ટ રિપોર્ટ નૅગેટિવ છે. આમ છતાં દરેકની સલામતી માટે નિર્માતાએ શૂટિંગ પંદર દિવસ બંધ કરવાનો નિર્ણય લીધો. હવે અૉકટોબર મહિનાના અંતમાં ફરી શૂટિંગ શરૂ થશે. અને અક્ષય કુમાર જાન્યુઆરી મહિનામાં વારાણસીના શૂટિંગ શિડયુલમાં જોડાશે.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer