અનિલ દેશમુખ પ્રકરણમાં રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાને સમન્સને હાઈ કોર્ટમાં પડકાર

મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના માજી ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અનિલ દેશમુખ સામે સીબીઆઈએ ફાઈલ કરેલા કેસ સંબંધે રાજ્યના ચીફ સેક્રેટરી સીતારીમ કુંટે અને રાજ્યના પોલીસ વડા સંજય પાંડેને ઈસ્યુ કરવામાં આવેલા સમન્સને મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર્યા છે.  રાજ્ય સરકારે મંગળવારે પિટિશન ફાઈલ કરી હતી અને બુધવારે એક બૅન્ચ સમક્ષ પિટિશન મેન્શન કરી હતી. હાઈ કોર્ટે આ પિટિશનની સુનાવણી 20 ઓક્ટોબરના રાખી છે. 
સીબીઆઈ અનિલ દેશમુખ સામે પોલીસો ટ્રાન્સફર અને પોસ્ટિગ્સમાના ભ્રષ્ટાચારની તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં સીબીઆઈએ ગયા મહિને સીતારામ કુંટે અને સંજય પાંડેને આ અઠવાડીયે હાજર થવાના સમન્સ મોકલ્યા હતા. દેશમુખ સામે ભ્રષ્ટાચારના આ આક્ષેપો મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિહે માર્ચ મહિનામાં મુખ્ય પ્રદાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં કર્યા હતા. જોકે આ મામલા વિશે હાઈ કોર્ટમાં અરજી થતાં બૅન્ચે સીબીઆઈને પ્રિલિમિનરી ઈન્ક્વાયરી શરૂ કરવાની સુચના આપી હતી. એ બાદ એપ્રીલ મહિનામાં સીબીઆઈએ દેશમુખ સામે એફઆઈઆર ફાઈલ કરી હતી. તરત જ દેશમુખે રાજ્યના ગૃહ પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. દેશમુખ સામે સીબીઆઈ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ હવાલા પ્રકરણે તપાસ ચલાવી રહ્યું છે. જોકે દેશમુખે પોતાની સામેના તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે. 
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer